VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારો નહી કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
રાજ્યના અનેક સ્થળોએ પગાર વધારા મુદ્દે આંગણવાડીની બહેનો વિરોધ પ્રદર્શન કરી
રાજ્યના અનેક સ્થળોએ પગાર વધારા મુદ્દે આંગણવાડીની બહેનો વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 1355 જેટલી આંગણવાડી કેન્દ્રોની બહેનો પણ આ વિરોધ કાર્યક્રમમાં જોડાઈ છે. જો પગાર વધારો નહી કરાય તો આંગણવાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયત ખાતે ઉગ્ર દેખાવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર સામે રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય છતાં પણ પગારમાં કોઈ વધારો કરવામાં આવી રહ્યો નથી. જ્યાં સુધી પગાર વધારો કરવામાં આવે ત્યાં સુધી આંગણવાડી બંધ રાખી વિરોધ કરવાનો નિર્ણય લેવાયો છે.



