મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતભરમાં આતંક મચાવનારી આંધ્રપ્રદેશની ગીલોલ ગેંગ ઝડપાઈ, કારના કાચ તોડવાની સાથે આ રીતે કરતાં હાથફેરો

સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આતંક મચાવનારી ગીલોલ ગેંગ ઝડપાઈ છે. આંધ્રપ્રદેશના નેલ્લોરની ગીલ

ગુજરાતભરમાં આતંક મચાવનારી આંધ્રપ્રદેશની ગીલોલ ગેંગ ઝડપાઈ, કારના કાચ તોડવાની સાથે આ રીતે કરતાં હાથફેરો

સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આતંક મચાવનારી ગીલોલ ગેંગ ઝડપાઈ છે. આંધ્રપ્રદેશના નેલ્લોરની ગીલોલ ગેંગના પાંચ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પકડાઈ જતાંની સાથે જ સુરતના કુલ 21 જેટલાં ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.

21 ચોરીઓને અંજામ આપેલો

આતંક મચાવનારી ગેંગ અને પોલીસને બાતમી મળી હતી. તે સાથે જ પાંચે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે વહેલી સવારે અડાજણના રામજીવાળા ઓવારા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પાંચેય આરોપીઓ ગીલોલની મદદથી કાર સહિતની ગાડીના કાચ તોડી બેગ, રોકડા રૂપિયાની ચોરી કરતા હતાં. આરોપીઓએ સમગ્ર સુરતમાં કુલ 21 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો. તે ઉપરાંત આરોપીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં રખડતા હતા.

ઓઈલ ઢોળીને ભટકાવતા

ડીસીપી ભાવેશ રોજીયાએ કહ્યું કે, ગીલોલ ગેંગના સભ્યો અલગ અલગ શહેરોમાં ફરીને ગીલોલ વડે ફોર વ્હીલ કારના કાચ તોડી ચોરીઓ કરતા હતાં. તે ઉપરાંત કાર માલિકને ગાડીના બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહે છે. ફોર વ્હીલમાં બેસેલા યુવકનું ધ્યાન ભટકાવી ગાડીમાં રહેલ બેગની ચોરી કરી ફરાર થઇ જતા હતા.

આ સમાચાર શેર કરો