મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાધીશના દર્શનાર્થે રવાના થયા અનંત અંબાણી, દરરોજ 10થી 15 કિમી ચાલશે

દેશના ટોચનાં ઔદ્યોગિક ગ્રૂપ પૈકી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર

દેશના ટોચનાં ઔદ્યોગિક ગ્રૂપ પૈકી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. જ્યારે પણ તક મળે ત્યારે અંબાણી પરિવારનાં સભ્યો દ્વારકાધીશનાં દર્શન કરવા માટે દ્વારકા આવતા હોય છે. ત્યારે હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં  નાના પુત્ર અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશનાં દર્શન કરવા રવાના થયા છે.

રિલાયન્સના અનંત અંબાણીની દ્વારકાધીશ પ્રત્યેની અપાર શ્રદ્ધા ફરી એકવાર સામે આવી છે. અનંત અંબાણીએ દ્વારકા મંદિર સુધી પગપાળા જવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે ગત મોડી રાત્રે એક વિશાળ કાફલા સાથે પદયાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનંત દરરોજ 10થી 15 કિલોમીટર પગપાળા ચાલશે, જે તેમની ધાર્મિક શ્રદ્ધા અને સમર્પણને દર્શાવે છે.

આ સમાચાર શેર કરો