અનંત અંબાણી જામનગરથી પદયાત્રા કરીને જશે દ્વારકા, જન્મદિવસ દ્વારકાનગરીમાં ઉજવશે તેવી શક્યતા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલ, બુધવારે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલ, બુધવારે 29 વર્ષના થઈ રહ્યા છે. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જામનગરથી દ્વારાકાનું અંતર 140 કિલોમીટર
જામનગરથી દ્વારાકાનું અંતર 140 કિલોમીટર છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને પહોંચશે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી દરરોજ રાત્રિના 15થી 20 કિમી ચાલીને દ્વારકા પહોંચશે.
અનંત અંબાણી જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી શક્યતા
અનંત અંબાણીનો જન્મદિવસ 8 એપ્રિલના રોજ છે. ત્યારે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અનંત અંબાણી 8 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવશે. દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર અંબાણી પરિવારના અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે.






