Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Farmers protest against Powergrid's 765 KV project, demand fair compensation

VIDEO: પાવરગ્રીડના 765 KV પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતરની માંગ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદ જિલ્લાના તારાપુરમાં પાવરગ્રીડના ‘અમદાવાદ સાઉથ-ઓલપાડ 765 KV’ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તારાપુર-વાસદ સિક્સ લેન હાઇવે નજીકની કિંમતી જમીનમાં વીજ ટાવર ઊભા કરાતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને મામલતદારને અરજી આપી યોગ્ય વળતરની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જૂની જંત્રી મુજબનું વળતર જમીનની વાસ્તવિક કિંમત કરતાં ઘણું ઓછું છે. હાઇ વોલ્ટેજ લાઇનના કારણે જમીનની કિંમત ઘટી રહી હોવાનું તેમજ ભવિષ્યમાં અકસ્માતનો ભય પણ ઉભો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

App Store