VIDEO:આણંદમાં ઓવરલોડ ડમ્પરો સામે ધારાસભ્યનો આક્રમક એક્શન, રસ્તા પર જ રોકી પોલીસ બોલાવી
સોર્સ : GSTV
આણંદના ઉમરેઠ-સુરેલી રોડ પર રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરોના અત્યાચાર વિરુદ્ધ સ્થાનિક ભાજપ ધારાસભ્ય હર્ષદ પરમાર મેદાનમાં ઉતર્યા છે. ધારાસભ્યે રસ્તા પર રેતી લદાયેલા ડમ્પરોને રોકીને પોલીસને બોલાવી હતી અને નિયમભંગ કરનારા ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.તાડપત્રી વગર દોડતા અને જોખમી રીતે વાહન ચલાવતા ડમ્પરો સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ વાહનોને કારણે રસ્તા પર ધૂળ ઊડતી હોવાથી અકસ્માતના જોખમ વધ્યા છે અને અન્ય વાહનચાલકો ત્રાસી ગયા છે.ધારાસભ્યની ત્વરિત કાર્યવાહીથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહત જોવા મળી છે.

