VIDEO : Anand ની સરકારી હોસ્પિટલમાં લાપરવાહીથી મેયર લાલઘૂમ, અધિકારીઓનો લીધો ઉધડો
સોર્સ : gstv
આણંદની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચેલા મેયર દીપિકાબેન પટેલ તંત્રની લાપરવાહી જોઈ લાલઘૂમ થયા હતા. કાળઝાળ ગરમી વચ્ચે હોસ્પિટલની સ્થિતિ જાણવા નીકળેલા મેયરને જ્યારે તરસ લાગી ત્યારે વોટર કુલર પાસે પાણી પીવા માટે એક પણ ગ્લાસ ન મળતા તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ માટે પીવાના પાણીની સુવિધા હોવા છતાં ગ્લાસ જેવી સામાન્ય જરૂરિયાતનો અભાવ જોઈ તેમણે સ્થળ પર હાજર અધિકારીઓનો ભારે ઉધડો લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મેયર અધિકારીઓની કામગીરી અને હોસ્પિટલની અવ્યવસ્થા સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

