આણંદ: ફેન્સિંગ પરથી પતંગ ઉતારવા જતા 13 વર્ષના કિશોરને લાગ્યો કરંટ, સારવાર દરમિયાન મોત
આણંદમાંથી ઉત્તરાયણના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આણંદના સુંદણ ગામે 13

આણંદમાંથી ઉત્તરાયણના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આણંદના સુંદણ ગામે 13 વર્ષીય બાળકને પતંગ પકડવી ભારે પડી હતી. ઉતરાયણ પર્વ પર પતંગ પકડવા જતા 13 વર્ષીય બાળકને વીજ કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉક્ટરે તેને આખરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : ભાવનગરમાં અગાસી સાફ કરતી વેળાએ બીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત
આણંદ જિલ્લામાં સુંદણના ગોહિલપુરા વિસ્તારનો 13 વર્ષીય બાળક ખેતરની ફેનસિંગમાં ભરાયેલી પતંગ કાઢવા જતા બાળકને કરંટ લાગ્યો હતો. ખેતરની ફેનસિંગમાં ઝાટકા મશીન થકી કરંટ મુકવામાં આવ્યો હતો. જેથી બાળક અજાણતાં જ તેને અડતા બાળકને ભારે કરંટ લાગ્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાસદ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉકટરે તપાસ કરતા બાળકને મૃત જાહેર કર્યો હતો.
ઉત્તરાયણના પર્વ પર કડીમાં પણ કંઈક આ પ્રકારની જ ઘટના બની હતી. જેમાં કડી શહેરના કસ્બા વિસ્તારમાં વીજતાર ઉપર પડેલી પતંગને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે.






