Anand News: નવજીવન હોસ્પિટલમાં ગર્ભાશયના નિદાન માટે આવેલી મહિલા દર્દીનું શંકાસ્પદ મોત, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ
રાજ્યના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. આણંદના આંકલાવમાં આવેલી નવજીવન હોસ્પિટલ ફ

રાજ્યના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. આણંદના આંકલાવમાં આવેલી નવજીવન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગર્ભાશયની નળીના નિદાન માટે આવેલી પ્રિયંકા ચૌહાણ નામની મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.પરિવારનો આક્ષેપ છે કે નિદાન દરમિયાન તબીબની બેદરકારીને કારણે મહિલાની તબિયત લથડી હતી.
આણંદ ખાતે વધુ સારવાર દરમિયાન મૃત્યુ થયું
જે બાદ આણંદ ખાતે વધુ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તબીબ સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું હોસ્પિટલની આ ચૂક એક આશાસ્પદ જીવન પર ભારે પડી? તે હવે તપાસનો વિષય છે.




