ANAND : ચિખોદરામાં 24 લોકો ઝાડા-ઉલટીનો શિકાર, 2ના શંકાસ્પદ મોત
Anand News : આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં 24 લોકો ઝાડા-ઉલટીનો શિકાર બન્યા છે અને બે

Anand News : આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં 24 લોકો ઝાડા-ઉલટીનો શિકાર બન્યા છે અને બે લોકોના શંકાસ્પદ મોત મોત થયા છે.
ચિખોદરા ગામના ધડશાપુરામાં વિસ્તારમાં અંદાજીત 24 લોકો અસરગ્રસ્ત થયા, જેમાં 6 લોકોને વધુ અસર થતા સારવાર હેઠળ છે. તો વૃદ્ધ મહિલા અને 14 વર્ષીય બાળક સહિત બેના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે બે ની તબીયત વધુ લથડતાં સારવાર અર્થે વડોદરાની સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા છે.
ચિખોદરા ગામમાં ઝાડા-ઉલટીના કેસોને પગલે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 2 ડોકટર સહિત 6 ટિમોએ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું છે. 24 કલાક ડોકટરોની ટિમ સાથે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ડોકટરો દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી છે તેમજ સેમ્પલ લેવામાં આવ્યાં છે.
દૂષિત ખોરાક અથવા દૂષિત પાણીના કારણે આ પ્રકારના રોગ થતા હોવાનું તબીબોનું અનુમાન છે. ચાર દિવસમાં અંદાજીત 50 જેટલા ઝાડા-ઉલટીના કેસો નોંધાયા હોવાની માહિતી મળી રહી છે.






