મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand: પરવટા ગામ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લીકેજ, અફરાતફરી વચ્ચે રોડ બંધ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા પરવટા ગામ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં ગેસ

Anand: પરવટા ગામ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લીકેજ, અફરાતફરી વચ્ચે રોડ બંધ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા પરવટા ગામ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી.  આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને નિયંત્રણના પ્રયાસો શરૂ કર્યા.

લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં ગેસની દુર્ગંધ ફેલાઈ હતી. સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો. ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહીને કારણે સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ થયા. હજુ સુધી ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

આ સમાચાર શેર કરો