બનાસકાંઠા: અજાણ્યા વાહનચાલકે બે યુવકોને ટક્કર મારી, બન્નેના ઘટનાસ્થળે મોત
રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી નજીક મજાદર હાઇવે

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી નજીક મજાદર હાઇવે ઉપર અજાણ્યા વાહનચાલકે બે યુવકોને ટક્કર મારી હતી. વાહનચાલક ટક્કર મારીને ફરાર થયો હતો.
અજાણ્યા વાહનચાલકે બે યુવકોને ટક્કર મારી
જ્યારે બન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. દુર્ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. મૃતક પૈકી એક ભરકાવાડા ગામનો હોવાનું સામે આવ્યું છે.
ફરાર વાહનચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા
જ્યારે એકની ઓળખ થઈ શકી નથી.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો અને ફરાર વાહનચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.






