મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 19મા માળે પાણી પીધું અને 20મા માળે જઈ અજાણ્યા વૃદ્ધે લગાવી મોતની છલાંગ, CCTVના આધારે તપાસ શરૂ

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઈટસના 19માં માળે પાણી પીને વૃદ્ધ 20માં માળેથી કુદી

સુરત/ 19મા માળે પાણી પીધું અને 20મા માળે જઈ અજાણ્યા વૃદ્ધે લગાવી મોતની છલાંગ, CCTVના આધારે તપાસ શરૂ
સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઈટસના 19માં માળે પાણી પીને વૃદ્ધ 20માં માળેથી કુદી ગયા હતાં. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અજાણ્યા વૃદ્ધ ક્યાંના હતાં. ક્યા કારણોસર આપઘાત કર્યો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધના લાકડી-ચપ્પલ અને સીસીટીવીના આધારે હાલ તેમની ઓળખ માટેની તપાસ હાથ ધરવામાં આવી છે.   19માં માળે પાણી પીધું   સાંજના સમયે વૃદ્ધ સીમાડા નાકા ખાતે આવેલી સેતુબંધ હાઈટસમાં લાકડીના ટેકે આવ્યા હતાં. વૃદ્ધ બાદમાં 19માં માળે પહોંચ્યા અને ત્યાંથી પીવા માટે પાણી ફ્લેટ હોલ્ટર પાસેથી પીવા માટે લીધું હતું.પાણી પીને વૃદ્ધ 20માં માળે પહોંચી ગયાં હતાં. જ્યાં તેમણે પાળી નીચે જ લાકડી અને ચપ્પલ મૂકી દીધા હતાં. બાદમાં પડતું ઉપરથી મૂક્યું હતું.    અરેરાટીભર્યો આપઘાત   સીસીટીવીમાં કેદ થયેલી સમગ્ર ઘટના અનુસાર ઉપરથી પટકાયેલા વૃદ્ધ મોતને ભેટ્યાં હતાં. માથાં સહિતના ભાગના કુરચે કુરચા ઉડી ગયાં હતાં. અરેરાટીભર્યા આ આપઘાતને લઈને સ્થાનિકો પણ શોકમાં ડૂબી ગયા હતાં. કારણ કે, આ ઉંમરે એવું તો શું દુઃખ પડ્યું હશે કે તેમણે આપઘાત કરવો પડ્યો હતો. આપઘાતની ઘટના બાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો