મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠાઃ વીમો પકવવા જે મૃતદેહ કારમાં સળગાવ્યો એ ચોકીદારનો હતો, તો દફનાવેલી લાશ લાવ્યા એનું શું કર્યું?

બનાસકાંઠા: વીમો પકવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર રચવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. વડગામના

બનાસકાંઠાઃ વીમો પકવવા જે મૃતદેહ કારમાં સળગાવ્યો એ ચોકીદારનો હતો, તો દફનાવેલી લાશ લાવ્યા એનું શું કર્યું?

બનાસકાંઠા: વીમો પકવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર રચવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. વડગામના ધનપૂરામાં 1.26 કરોડના વીમા માટે કારમાં અન્ય વ્યક્તિની હત્યા કરી એ લાશ સળગાવી પોતાનું જ મોત નિપજાવનાર મુખ્ય આરોપી દલપત સિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત ઝડપાયો છે.

ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી ઘટના

આપને જણાવી દઈએ કે, ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી ઘટના બનાસકાંઠામાંથી સામે આવી હતી. દલપતસિંહ પર કરોડોનું દેવું થઇ ગયું હતું અને દલપતસિંહે આ દેવામાંથી મુક્ત થવા 1 કરોડનો વિમો લીધો હતો. જોકે વીમો ત્યારે જ મળે કે જ્યારે દલપતસિંહનું મોત થાય. જેથી દલપતસિંહ અને તેના મિત્રોએ દફનાવેલી ચાર માસ અગાઉ મૃત્યુ પામેલા એક વ્યક્તિની લાશ કાઢી અને તેને કારમાં મુકીને સળગાવી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 

પોલીસ તપાસમાં કંઈક અલગ જ નિકળ્યું

પરંતુ પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં દલપત સિંહના સાગરિતોએ પોલીસને ગુમરાહ કરી કારમાં દફનાવેલી લાશ લાવીને સળગાવી હોવાનું કબૂલ્યું હતું, પરંતુ તે લાશ અન્ય કોઈની નહીં પણ ચોકીદારનું કામ કરતા એક નિર્દોષ શ્રમિકની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિની લાશ તાજી હોવાનું દેખાડવા માટે દલપતસિંહે સાગરિતો સાથે મળીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ દલપતસિંહ અકસ્માતે કારમાં સળગીને મૃત્યુ પામ્યા છે તેવો દાવો કર્યો હતો. 

પોલીસે સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો

આ સમગ્ર ઘટના બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી છૂટ્યા હતા. જેમાં દલપતસિંહના ભાઇએ લાશને પોતાના ભાઇની લાશ હોવાનું ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ તમામ મામલામાં પોલીસે તપાસના અંતે સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓ પકડાયા હતા અને માસ્ટર માઇન્ડ દલપતસિંહ પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ HMPV વાયરસથી ગભરાતા નહીં, સિવિલે 15 બેડ-25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા કરી રાખી છે!

કુલ 6 વિરુદ્ધ નોધાઈ હતી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, આરોપીનો ભાંડો ફૂટતા પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી હતી. પાંચ અગાઉ જ ઝડપાયા હતા અને આજે માસ્ટર માઈન્ડ દલપતસિંહ ઉર્ફે ભગવાન સિંહ રાજપૂતને એલસીબીએ ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી ઝડપાતા આ ચકચારી કેસમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે. આરોપીઓએ જે લાશનો ઉપયોગ પહેલા કરવાના હતા એ ચાર માસ જૂની હોવાથી તેને ખેતરમાં દાટી તેનો ઉપયોગ ટાળ્યો હતો. જે બાદ પોતાની હોટલમાં ચોકીદાર એવા અન્ય વ્યક્તિ ને ભોળવી તેની હત્યા કરી હતી.

આ સમાચાર શેર કરો