મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસા: ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 80 લાખથી વધુની લૂંટ કરીને શખ્સો ફરાર

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા

ડીસા: ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 80 લાખથી વધુની લૂંટ કરીને શખ્સો ફરાર

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં બંદૂકની બતાવીને આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ રૂપિયાની લૂંટની થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

80 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટીને ફરાર

એક કર્મચારી સ્કૂટર પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો. આ દરમિયાન બે શખ્સોએ તેને રોકી બંદૂકથી ડરાવ્યો અને 80 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

LCBની ટીમો પહોંચી ઘટનાસ્થળે

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા નજીક સ્કૂટર પર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને બે શખસોએ બંદૂક બતાવીને 80 લાખ રૂપિયાથી વધુ લૂંટ ચલાવી હતી. બંદુક બતાવી રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતી. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસ અને એલસીબીની વિવિધ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો