મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: ધ્રોલના વાંકીયા ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો

જામનગરના ધ્રોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ધ્રોલનાવાંકીયા ગામે બીમાર

Jamnagar news: ધ્રોલના વાંકીયા ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો

જામનગરના ધ્રોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ધ્રોલનાવાંકીયા ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી શારિરીક અને માનસિક બીમારીથી પીડિત હતા, અને બીમારીની દવા વૃદ્ધ દંપતીની ચાલુ હતું. મૃતકોની ઓળખ દામજીભાઈ મુળજીભાઈ ભીમાણી (ઉ.વ. ૭૦) અને તેમના પત્ની માનુબેન (ઉ.વ. ૬૮) તરીકે થઈ છે. 

બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી

બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી હતી. આ વૃદ્ધ દંપતી ઘરમાં એકલા હતા ત્યારે ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આત્મહત્યા મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

વૃદ્ધ દંપતિ પોતે માનસિક બીમાર, જ્યારે તેઓના પુત્ર અને પુત્રવધુ પણ મુકબધિર

ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં આપઘાત કરી લેનાર દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને મનુબેન દામજીભાઈ ભીમાણી, કે જેઓ પોતે તો શારીરિક અને માનસિક અસ્વસ્થતા અને બીમાર જીવન જીવતા હતા, અને તેઓએ આ પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દામજીભાઈએ તો ચાલું રિક્ષામાંથી કૂદકો મારી દઇ જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો અને તેમના પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા, અને લાંબી સારવાર પણ ચાલી હતી. દરમિયાન ગઈકાલે ફરી બંનેએ આ અંતિમ પગલું ભર્યું છે. અગાઉ પોતાનું ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા.

આ સમાચાર શેર કરો