મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત, રાજકોટમાં ચાલી રહી હતી સારવાર

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો સતત કહેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસે 11

સુરેન્દ્રનગર: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત, રાજકોટમાં ચાલી રહી હતી સારવાર

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો સતત કહેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસે 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે. વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું હતું. બે દિવસ પહેલા બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેની રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત હજુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે.

મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ

 પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ  હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યો. બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું હતું. જે વિસ્તાર અને ઘરમાં રહે છે ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 

બાળક સારવાર હેઠળ

બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝીટીવ હોવાનું સામે આવ્યું. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો