Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Villagers give ultimatum to police in couple's murder case

Amreliના વડિયામાં વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા મામલે ગ્રામજનોએ પોલીસને આપ્યું અલ્ટિમેટમ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Amreliના વડિયામાં વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા મામલે ગ્રામજનોએ પોલીસને આપ્યું અલ્ટિમેટમ
સોર્સ : GSTV

Amreli News: વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલે વડીયા સિવિલ હોસ્પિટલ ખાતે પોપળીયા ગામના લોકો એકત્રિત થયા હતા. વૃદ્ધ દંપતીના મૃતદેહ ન સ્વીકારવા ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અવારનવાર અમારા ગામા ચોરીઓની ઘટના બને છે. 10 દિવસમાં આરોપી નહિ પકડાય તો પોલીસ સ્ટેશન સામે રામધુનનું આયોજન કરવામાં આવશે.

App Store

પોલીસ મથકમાં લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાઈ

અમરેલી - વડિયામાં વૃદ્ધદંપતીની હત્યા મામલે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાઈ છે. તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા કરી 2 લાખ કબાટમાંથી લૂંટી ફરાર થયાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે મૃતકનો મૃતદેહ વડિયા હોસ્પિટલમાંથી સ્વીકારી છે.

પોલીસ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાની મઘ્યસ્થીથી મૃતદેહ સ્વીકાર્યો છે. બંને મૃતકની અંતિમવિધિ માટે મૃતદેહ રવાના કરાયા છે. આરોપીને પકડવા માટે એલસીબી એસઓજી DYSP વિવિધ 5 ટીમો બનાવી છે. આસપાસના જૂનાગઢ સહીત બોડર વિસ્તાર સુધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોપી સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે. હત્યાનું પગેરું શોધવા જિલ્લાની મોટાભાગની પોલીસને કામે લગાડી છે.

શું છે સમગ્ર ઘટના?

અમરેલી જિલ્લાના વડિયામાં ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા અને હત્યા કરાયેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.  લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ ઘટનામાં 70 વર્ષીય ચરૂભાઈ રાખોલિયા તથા તેમના 70 વર્ષીય પત્ની કુંવરબેન ચરૂભાઇની હત્યા થઈ હતી.

બંને ગામડાના ઘરે એકલા રહેતા હતા અને તેમના સંતાન સુરત તથા રાજકોટ રહે છે. DYSP ચિરાગ દેસાઇ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની વિવિધ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડબલ મર્ડર હોવાથી SP સંજય ખરાતના સુપર વિજન હેઠળ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.