Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : In Chabhadia of Lathi, Amreli, 3 inches of rain in 1 hour, rivers flowed in the streets

VIDEO: અમરેલીના લાઠીના છભાડીયામાં ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ શેરીઓમાં નદીઓ વહી

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના લાઠી પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને લાઠીના છભાડીયા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર ૧ કલાકની અંદર જ આશરે ૩ ઇંચ જેટલો મન મૂકીને વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને પગલે છભાડીયા ગામની ગલીઓ અને શેરીઓમાં નદીઓની માફક ધસમસતા પાણી વહેતા થયા છે, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે અને નવા નીરની જોરદાર આવક થઈ છે. ગામના તમામ વોકળાઓ બંને કાંઠે વહેતા થયા છે અને આસપાસના ખેતરો પાણી પાણી થઈ ગયા છે. જોકે, આ પંથકમાં લાંબા સમય બાદ આટલો સારો વરસાદ વરસતા ધરતીપુત્રો ભારે ગેલમાં આવી ગયા છે અને ખરીફ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે.

App Store