VIDEO: અમરેલીના લાઠી પંથકમાં ગાગડિયો નદી ગાંડીતુર, અનેક માર્ગો બંધ થતાં ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાગડિયો નદીમાં આવેલા ભારે પૂરને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ગાગડિયો નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને પગલે ગારિયાધાર-અમરેલી સ્ટેટ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નાના લીલીયા ચોકડી અને ક્રાંકચ ગામ વચ્ચેના માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. આ સાથે જ ટિબડીથી ભોરીંગડા, કૂતાણાથી ભોરીંગડા અને કૂતાણાથી સનાલિયા ગામને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સનાલિયા ગામ પાસે નદીનું रौદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ટિબડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

