Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : bit.ly/Amreli-Rain-Update-2026

VIDEO: અમરેલીમાં કમોસમી આફત: વડિયા અને બગસરામાં માવઠું શરૂ, ખેડૂતોના જીવ અધ્ધર!

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળાડિબંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વડિયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ માવઠાને કારણે તૈયાર થયેલા રવિ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે, જેને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

App Store

વડિયા અને બગસરામાં ધીમીધારે વરસાદ
વડિયા શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. તો બીજી તરફ બગસરા શહેરમાં પણ વરસાદી છાંટા પડતા માર્ગો ભીના થયા હતા. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. વડિયા પંથકમાં પવન સાથે શરૂ થયેલા આ કમોસમી વરસાદે શિયાળુ પાકની સીઝન પૂર્ણ થવાના આરે ઉભેલા ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે.

તૈયાર પાકો પર 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ
હાલ ખેતરોમાં ચણા, ધાણા અને ઘઉં જેવા પાકો તૈયાર થઈ ગયા છે. અનેક જગ્યાએ લણણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ આ માવઠું ત્રાટકતા પાકની ગુણવત્તા બગડવાની અને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો માટે આ કમોસમી વરસાદ 'પડ્યા પર પાટું' સમાન સાબિત થયો છે.