Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli news: Minister Kaushik Vekaria's implicit threat to BJP workers, some people are joining him!

Amreli news: મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી, કેટલાક લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે!

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Amreli news: મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી, કેટલાક લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે!
સોર્સ : gstv

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગલિયારાઓમાં ‘સેવા’ના બદલે ‘સત્તાના પાવર’ની ભાષા સંભળાઈ રહી છે. અમરેલી જિલ્લાના વડિયામાં યોજાયેલી એક જનસભામાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પોતાની જ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને ગર્ભિત ધમકી આપતા રાજકારણ ગરમાયું છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિરોધીઓ સાથે સંપર્ક રાખનારા તમામ લોકો પર સરકારની નજર છે.

App Store

આંતરિક જૂથવાદ સામે મંત્રીના આક્રમક તેવર!

વડિયાના શિવાજી ચોક ખાતે ભાજપની એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષ પર પ્રહાર કરવાને બદલે પક્ષની અંદર રહીને વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'સ્થાનિક સ્તરે અમુક લોકો એમની (વિપક્ષ) સાથે જોડાઈ રહ્યા છે અને છૂપી રીતે મદદ કરી રહ્યા છે, પરંતુ તેઓ એ ન ભૂલે કે બધું જ સરકાર અને સંગઠનની નજરમાં છે. કોઈ ભૂલ ન કરતા, નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.'

તોડજોડ અને જૂથવાદનો દેખાયો ડર

મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં સ્થાનિક સ્તરે આંતરિક જૂથવાદ અને ટિકિટ ન મળવાને કારણે ઊભો થયેલો રોષ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. ચૂંટણીના પ્રચારમાં જ્યારે કાર્યકરોની એકતા જરૂરી હોય છે, ત્યારે મંત્રીએ શિસ્તના નામે આપેલી આ ધમકીએ કાર્યકરોમાં સોપો પાડી દીધો છે.

ટોપિક્સ:amreli newsgstv newsgujarat state