Amreli news: ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરીને ચેતવણી આપી, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના નવા પ્રધાનમંડળમાં જ્ઞાતિ આધારિત સમાવેશ અંગે ચાલી રહેલી અટકળો પર અમરેલીના ભાજપ નેતા ડો

ગુજરાતના નવા પ્રધાનમંડળમાં જ્ઞાતિ આધારિત સમાવેશ અંગે ચાલી રહેલી અટકળો પર અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરીને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે અમુક જ્ઞાતિને વધુ વજન મળ્યું” અથવા અમુકની અવગણના થઈ” જેવી ચર્ચાઓ સમાજ માટે નુકસાનકારક છે.
જાતિ વચ્ચે હરીફાઈ અને ઈર્ષા ઉભી કરે છે
આવા વિભાજન જનક નિવેદનો જાતિ વચ્ચે હરીફાઈ અને ઈર્ષા ઉભી કરે છે. સત્તાની સાઠમારીમાં જ્ઞાતિનો ખંભો ન બનાવવો જોઈએ. પોતાનો જ્ઞાતિગૌરવ સાચવવો યોગ્ય છે, પણ તેને આધાર બનાવી સમાજમાં વિગ્રહ ઉભો કરવો ખોટું છે. પક્ષના કાર્યકર્તાઓએ એવી ભાષાથી દૂર રહેવું જોઈએ કે જે એકતાને ખંડિત કરે.




