VIDEO: અમરેલીના સાંસદ ભરત સુતરીયાની નાટકબાજી પૂર બાદ ફોટા પડાવવા નીકળ્યા મેદાનમાં
અમરેલીના સાંસદ ભરત સુતરીયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં માત્ર દેખાવ કરવ

અમરેલીના સાંસદ ભરત સુતરીયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં માત્ર દેખાવ કરવા અને ફોટા પડાવવા પહોંચ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદના સમયે સાંસદ લાપતા હતા, તો બીજી તરફ વરસાદના વિરામ બાદ તેઓ જેસીબી પર ચડીને રસ્તો સાફ કરાવવાનો ખેલ કરતા જોવા મળ્યા હતા. શેડુભારના ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની વેદના સાંભળવાને બદલે સાંસદ જાતે જેસીબી પર ચડીને રસ્તો ચીંધતા અને અધિકારીઓને ફોન કરી આદેશ આપવાનો ઢોંગ કરતા નજરે પડ્યા હતા. ગઈકાલે સાવરકુંડલાની નાવલી નદી કિનારે પહોંચીને નેતાએ કરેલા સીન સપાટા જોઈ જનતામાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે આ કામગીરીને માત્ર એક 'ફોટો સેશન' અને વાહવાહી મેળવવાનું કારસ્તાન ગણાવી રહ્યા છે.




