VIDEO: અમરેલીના જાફરાબાદ વઢેરા ગામે પૂર વચ્ચે પોલીસનું સફળ રેસ્ક્યુ
અમરેલીના જાફરાબાદના વઢેરા ગામે ભારે વરસાદ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકો

અમરેલીના જાફરાબાદના વઢેરા ગામે ભારે વરસાદ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી છે. જાફરાબાદ પોલીસના જવાનોએ પોતાની જીવના જોખમે કમર સુધીના પાણીમાં ઉતરીને મહિલાઓ, બાળકો અને વયસ્ક નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂરના પ્રવાહ વચ્ચે પોલીસે અદમ્ય સાહસ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે




