Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : After the torrential rains, the Collector reviewed the situation

VIDEO: અનરાધાર વરસાદ બાદ કલેક્ટર સ્થિતિની સમીક્ષા કરી

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે રાજુલામાં સૌથી વધુ  11 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધારીમાં 10.5 ઈંચ, સાવરકુંડલામાં 7.5 ઈંચ,  ખાંભામાં 7 ઈંચ, જાફરાબાદમાં પાંચ ઈંચ બગસરામાં અને લીલીયામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા 380 જેટલા નાગરિકોને સલામત સ્થળોએ ખસેડી તેમના ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હેઠળ 359માંથી 248 વીજ ફીડર ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. માર્ગ-મકાન વિભાગ, પંચાયત અને નેશનલ હાઇવે પર વરસાદથી બંધ થયેલા માર્ગોને ફરી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાનું કલેક્ટરે જણાવ્યું.  

App Store