મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત, વરસાદી માહોલમાં તંત્રએ નાગરિકોને કરી આ અપીલ

સુરતના રાંદેર વિસ્તારમાં કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો રાંદેર કિનારા સ્ટ્રીટ વિસ્તારના રહેવાસી હતા

તસવીર: gstv

સુરતના રાંદેર વિસ્તારમાં કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો રાંદેર કિનારા સ્ટ્રીટ વિસ્તારના રહેવાસી હતા. અચાનક કરંટ લાગતાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વરસાદના કરંટના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની છે. વહીવટી તંત્રે લોકોને ખુલ્લામાં ન રહેવા અને સલામતીના પગલાં અપનાવવાની અપીલ કરી છે. 

આ સમાચાર શેર કરો