મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં ફરી મેઘરાજાની એન્ટ્રી: ૧૨ કલાકના વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાએ ફરી એકવાર મહેર કર

તસવીર: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાએ ફરી એકવાર મહેર કરી છે. ગઈકાલે પડેલા ૭ ઇંચ જેટલા ભારે વરસાદ બાદ ૧૨ કલાકનો વિરામ લઈને મેઘરાજાએ ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે.સાવરકુંડલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે સાવરકુંડલાના માર્ગો ફરી એકવાર પાણી-પાણી થઈ ગયા છે. ગઈકાલના ભારે વરસાદ બાદ ફરીથી શરૂ થયેલા આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે કે મુસીબત, તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો