મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના ખાંભામાં ભારે વરસાદ, ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા

અમરેલીના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તંત

તસવીર: gstv

અમરેલીના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તંત્રને આઠ દરવાજા ૧૦ ફૂટ ખોલવાની ફરજ પડી છે. ડેમમાં વધતા પાણીના પ્રવાહને લીધે મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિતના નીચાણવાળા ગામોને વહેલી તકે એલર્ટ કરવામાં આવ્યા છે. આઠ દરવાજા ખોલવાથી નાગેશ્રી ગામમાં રાયડી નદીના પાણી ફરી વળ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદનું જોર યથાવત્ હોવાથી તંત્ર સતર્ક રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો