VIDEO: અમરેલીના લાઠી-દામનગર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ વહેતી કરી છે. લાઠી, દામનગર, છાબડીયા,

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ વહેતી કરી છે. લાઠી, દામનગર, છાબડીયા, પ્રતાપગઢ અને ભુરખીયા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને દામનગર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.આ સાર્વત્રિક અને મુશળધાર વરસાદના કારણે લાઠી-દામનગરની સ્થાનિક નદીઓમાં પૂરના પાણી એટલે કે નવા નીરની જોરદાર આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થતાં અને જળાશયોમાં પાણીનો વધારો થતાં સ્થાનિક લોકો અને ધરતીપુત્રોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે.




