અમરેલી લેટરકાંડ: કાછડીયાએ કહ્યું-કોલ ડિટેલ કઢાવી નાર્કો ટેસ્ટ કરાવો, સિનિયર નેતાનો ખુલ્લો પડકાર
અમરેલી લેટરકાંડના મુદ્દે અમરેલી ભાજપની સિનિયર નેતાગીરીએ હવે પ

અમરેલી લેટરકાંડના મુદ્દે અમરેલી ભાજપની સિનિયર નેતાગીરીએ હવે પ્રદેશ ભાજપના નેતા અને રાજ્ય સરકારને આ પત્ર કોણે લખાવ્યો તે શોધવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગઈકાલે દિલિપ સંઘાણીએ આ કેસની પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટના જજ મારફત તપાસ કરાવવા અને પોતાના અને ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટ કરાવવાની ખુલ્લી માંગણી કર્યા બાદ અમરેલી બેઠક પરથી 3 ટર્મ સાસંદ તરીકે ચૂંટાયેલા નારણ કાછડીયાએ પણ તારીખ 27થી તા3 દરમિયાન મનીષ વઘાસિયા, ફરિયાદી કનુભાઈ વગેરેની કોલ ડિટેલ તપાસ કરવાની અને નાર્કો ટેસ્ટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની માંગ કરી છે.
લેટરકાંડમાં સંઘાણી, કાછડીયા વગેરે સંડોવાયેલા છે તે બોલાવવા પોલીસે બેફામ માર માર્યો -મનીષ
જેલમુક્ત થયેલ ભાજપના નેતા મનીષે એવું નિવેદન આપ્યું હતું કે લેટરકાંડમાં સંઘાણી, કાછડીયા વગેરે સંડોવાયેલા છે તેવું મારી પાસે બોલાવવા પોલીસે બેફામ માર માર્યો હતો. પોલીસે આ કોના ઈશારે કર્યું તે અંગે તપાસ કરવાની હિંમત ચાલી નથી ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ બધુ ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ પાટિલ અવે કૌશિક વેકરિયાના ઈશારે થયું છે, તેવો આક્ષેપ મિશ્રિત સવાલ કર્યો છે.
નારણ કાછડીયાએ પણ નાર્કો ટેસ્ટ માટે સંમતિ દર્શાવી
નારાણ કાછડીયાએ એક વિડિયો નિવેદનમાં જણાવ્યું કે એક યુવતીને પટ્ટે-પટ્ટે મારવામાં આવી છે. તે લેસમાત્ર ક્ષમ્ય નથી. દિલિપ સંઘાણી જ્યારે અમરેલીના આજના નેતાનો જન્મ નહતો થયો ત્યારે તેઓ સર્વેસર્વા હતા. અને ગુજરાત ભાજપના મોટા નેતા છે, તેમની વાત સાથે પુરો સહમત છું.પોલીસે કોના કહેવાથી મનીષની અમારા નામ બોલાવવા મારકૂટ કરી તે શોધીને બહાર લાવવું જોઈએ જે માટે નાર્કે ટેસ્ટ આપવા હું પણ સંમત છું.






