મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: અમિત શાહ ફરી આવશે ગુજરાત, નમોત્સવ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરે અમદાવાદ ખાતે આયો

Ahmedabad news: અમિત શાહ ફરી આવશે ગુજરાત, નમોત્સવ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરે અમદાવાદ ખાતે આયોજિત નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. સંસ્કાર ધામ ખાતે આ નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે. 

મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો યોજાશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી 28 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે છે. તેઓ નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. સંસ્કાર ધામ આયોજન સમિતિએ 28 ડિસેમ્બરે નમોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. સાંઈરામ દવે સહિત 150 કલાકારો સાથે આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો યોજાશે. જેમાં અમિત શાહ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર શેર કરો