મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દીકરીની આજીજી છતાં AMCની કડક કાર્યવાહી; પશુ સાથે માલિક પણ પાંજરામાં

અમદાવાદના નરોડા-નાના ચિલોડા ચાર રસ્તાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે. 8 નવેમ્બરે

દીકરીની આજીજી છતાં AMCની કડક કાર્યવાહી; પશુ સાથે માલિક પણ પાંજરામાં

અમદાવાદના નરોડા-નાના ચિલોડા ચાર રસ્તાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે. 8 નવેમ્બરે AMCની ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા આવી હતી, પરંતુ, જાણે ચોપડે કામ બતાવવાનું હોય તેમ તેમણે એક બળદ ગાડું પકડ્યું, અને ગાડામાંથી બળદને છોડી ટ્રેક્ટરમાં ચડાવી રહ્યા હતા. જે કોઈનું આજીવિકાનું સાધન હતું. 

બળદને ટ્રેક્ટરના પાંજરામાં ચઢાવવામાં આવતા જ, તેની માલિક, એક દીકરી, પોક મૂકીને રડવા લાગી. તે અધિકારીઓ સામે કરગરતી રહી કે, 'આ રખડતું ઢોર નથી, આ મારી આજીવિકા છે!' પણ, સંવેદનહીન અધિકારીઓ માન્યા નહીં. કોર્પોરેશનના અધિકારીઓ અને સાથે રહેલા કર્મચારીઓએ તેની આજીજી સાંભળવાને બદલે કાર્યવાહી ચાલુ રાખી. છેવટે, દીકરી પોતાના બળદથી અલગ ન થવાના ઇરાદે અને બળદને બચાવવા જીદ કરીને ટ્રેક્ટરના પાંજરામાં બળદ સાથે જ બેસી ગઈ.

વિચારો, બે-ત્રણ કિલોમીટર સુધી આ દીકરીને પશુની જેમ પાંજરામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ જવી કેટલી યોગ્ય વાત છે? જ્યાં સ્ત્રી સન્માન અને માનવતાની મોટી મોટી વાતો થાય છે, ત્યાં આ દ્રશ્ય જોઈને સૌના દિલ દ્રવી ઉઠ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓ અને હાજર પોલીસની આ અસંવેદનશીલ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો