મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ પછી AMC ફૂલ એક્શનમાં, NOC વગર ચાલતી 39 ઈમારતો કરી સીલ

રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિ

રાજકોટ અગ્નિકાંડ પછી  AMC ફૂલ એક્શનમાં, NOC વગર ચાલતી 39 ઈમારતો કરી સીલ

રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.

ઈમારત નોટિસ અપાઈ ફાયર NOC વગર સીલ BU વગર સીલ
હોસ્પિટલ 49 39 10
સ્કૂલ-યુનિ 10 09 01
ટ્યુશન- કોચિંગ ક્લાસ 17 17 00
શોપિંગ મોલ 06 06 00
મલ્ટિ-મિનીપ્લેક્સ 25 06 19
અન્ય 88 88 00
કુલ 195 165 30

હોસ્પિટલ તેમજ મલ્ટિપ્લેક્સ પણ સીલ કરાયા 

કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ હતી અને 10 પાસે બીયુ પરમિશન જ નહોતું. 53માંથી 6 શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો