મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બહેરામપુરામાં AMC નક્કી કરી નથી શક્યું કે આંગણવાડી બનાવી છે કે શૌચાલય?, જાણો કેમ અટક્યું છે કામ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં AMCનુ આંગણવાડીનું કામ અટકી ગયું છે.

Ahmedabad news: બહેરામપુરામાં AMC નક્કી કરી નથી શક્યું કે આંગણવાડી બનાવી છે કે શૌચાલય?, જાણો કેમ અટક્યું છે કામ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં AMCનુ આંગણવાડીનું કામ અટકી ગયું છે. આંગણવાડી બનાવી કે શૌચાલય બનાવવા તે અંગે વિવાદ થતા કામ છેલ્લા ચાર.પાંચ મહિનાથી બંધ થઈ ગયું છે. વિવાદનો અંત લાવવા મહાનગરપાલિકા દ્વારા સર્વે કરીને  શૌચાલય બનાવવા કે આંગણવાડી બનાવવાનો  નિર્ણય લેવામાં આવશે. આ અંગેની વિગત એવી છે કે બહેરામપુરા સંતોષનગર ખાતે વર્ષો જુના શૌચાલય હતા જે ખરાબ સ્થિતિમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે.

સર્વે કર્યા બાદ નક્કી કરાશે કે શું બનાવવનું

આંગણવાડી નાની હોવાથી તેમજ જૂની હોવાથી કેટલાક લોકો દ્વારા આંગણવાડી બનાવવા કહેવામાં આવ્યું જેથી અહીંયા આંગણવાડી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કોર્પોરેશન દ્વારા આંગણવાડીનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું જોકે કેટલાક લોકો દ્વારા આંગણવાડીને બદલે સૌચાલય બનાવવાની રજૂઆત કરવામાં આવી .

કેટલાક રહીશો પાસે શૌચાલયની વ્યવસ્થા નહીં

તેઓનું કહેવું છે કે કેટલાક રહીશો પાસે શૌચાલયની વ્યવસ્થા નહીં હોવાથી અહીં શૌચાલય બનાવવામાં આવે.. આમ રહીશોમાં શું બનાવવું તે અંગે મતભેદ ઊભા થતાં તંત્ર દ્વારા હાલ આ કામ અટકાવી દેવામાં આવ્યું છે હવે સર્વે કર્યા બાદ જેની બહુમતી આવશે તે મુજબ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો