અમદાવાદ / મંજૂરી વગર વૃક્ષો કાપી નાખતા બે એડ એજન્સીને 50-50 લાખનો દંડ
Ahmedabad News : વગર મંજૂરીએ વૃક્ષ કાપવું ગુનો બને છે ત્યારે વૃક્ષો કાપવા બદલ અમદાવાદ મહાનગરપાલિ

Ahmedabad News : વગર મંજૂરીએ વૃક્ષ કાપવું ગુનો બને છે ત્યારે વૃક્ષો કાપવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ મંજૂરી વગર વૃક્ષો કાપી નાખતા બે એડ એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે.
એડ એજેન્સીએ હૉર્ડીંગ દેખાય એ માટે વૃક્ષો કાપ્યાં
સી.જી. રોડ સ્થિત ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લિસિટીને 50-50 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ સાથે ગાર્ડન ખાતા દ્વારા નવા રોપવામાં આવનાર 2000 ઝાડનો ઉછેર ખર્ચ આ બંને એજેન્સીએ ઉઠવવાનો રહેશે. બંને એજેન્સીએ ગેરકાયદેસર રીતે વૃક્ષોને કાપીને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું.
ઝવેરી એન્ડ કંપની દ્વારા સરખેજ વોર્ડ અને ચાંદખેડા વોર્ડ મળી ફૂલ 512 વૃક્ષોને મોટાભાગે કટ કરી દેવામાં આવ્યા હતા. તો ચિત્રા પબ્લિસિટી દ્વારા ગોતા અને વાડજ વિસ્તારમાં 24 વૃક્ષ કાપવામાં આવ્યા છે. બંને એડ એજેન્સીએ પોતાના જાહેરાતના હૉર્ડીંગ દેખાય એ માટે વૃક્ષો કાપ્યાં હતા.
ઝવેરી એન્ડ કંપનીએ 512 વૃક્ષો કાપ્યાં હતા, જેમાં સાણંદ ક્રોસરોડ અને સનાથલ વચ્ચે કુલ 214 વૃક્ષો, સરખેજમાં એલજે કેમ્પસ અને ઝવેરી સર્કલને જોડતા મધ્યમાં લગભગ 188 વૃક્ષો, ચાંદખેડામાં એશિયન ગ્લોબલ સ્કૂલ નજીકના મધ્યમાં 35 અને સરખેજમાં વાયએમસીએ ક્લબ નજીકના મધ્યમાં 75 વૃક્ષો કાપ્યાં હતા.
જયારે ચિત્રા (બી) પબ્લિસિટીએ ગોતામાં સોલાબ્રિજ અને શુકન મોલ વચ્ચેના રસ્તાના મધ્યભાગ પરના 17 અને વાડજમાં કામેશ્વર મહાદેવ મંદિર રોડ પાસેના અન્ય 7 વૃક્ષો કાપ્યાં હતા.








