AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપની દમદાર જીત ? જાણો શું છે સમગ્ર ગણિત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત પાંચમી ટર્મમાં ભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ સત્તાસ્થાને રહેશે. 48 વોર્ડની 192 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં 38 વોર્ડમાં ભાજપની પેનલ જીતી હતી જ્યારે 7 વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. ભાજપને 192 બેઠકમાંથી 160 બેઠક જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી હતી. આમ, 2021ની ચૂંટણીની સરખામણીએ ભાજપને 1 જ્યારે કોંગ્રેસને 8 બેઠકનો ફાયદો થયો હતો.
ભાજપમાં પૂનમની ચાંદની, કોંગ્રેસમાં અમાસના અંધારા: 30 વર્ષના શાસન પછી પણ એન્ટી-ઈન્કમ્બન્સી દેખાઈ નથી.
50 ટકાથી ઓછા મતદાન વાળા 24 વોર્ડ: આ વોર્ડમાં ભાજપે 75 બેઠકો જીતી છે.
સંઘ-પરિષદનું પ્રભુત્વ ઘટ્યું: ભાજપના વિજેતા ઉમેદવારોમાં સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોની સંખ્યામાં આ વખતે ઘટાડો નોંધાયો છે.





