મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજીમાં શક્તિ કોરિડોરની શરૂઆત, રબારીવાસ અને આજુબાજુના 89 મકાનોને જેસીબીથી તોડવાનું કામ શરૂ

Ambaji Shakti Corridor : યાત્રાધામ અંબાજી ખાતે 1200 કરોડના ખર્ચે વિકાસના અનેકો કાર્યો થનાર છે.

અંબાજીમાં શક્તિ કોરિડોરની શરૂઆત, રબારીવાસ અને આજુબાજુના 89 મકાનોને જેસીબીથી તોડવાનું કામ શરૂ

Ambaji Shakti Corridor : યાત્રાધામ અંબાજી ખાતે 1200 કરોડના ખર્ચે વિકાસના અનેકો કાર્યો થનાર છે. આ વિકાસના કાર્યોમાં શક્તિ કોરીડોર, સતી સરોવર, મંદિર સહિતના અનેક કાર્યો થનાર છે. આ ડેવલોપમેન્ટને લઈને હવે શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોરના માર્ગમાં આવતા તમામ મકાનનોને ડિમોલેશન કરવાની કામગીરી આજથી શરૂ કરાઈ છે. 

200 કરતા વઘુ પોલીસ કાફલા સાથે 89 મકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ 

અંબાજીના રબારીવાસમાં અને તેના આજુબાજુમાં 89 મકાનોમાં વસતા લોકોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી  ત્યારે આ નોટિસોનો સમયગાળો પૂર્ણ થતા આજથી આ મકાનોને તોડવાની શરૂઆત કરાઈ છે.

અંબાજી ખાતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ વચ્ચે આવતી મિલ્કતો તોડવાની કાર્યવાહી આજથી શરૂ કરાઇ છે. 200 કરતા વઘુ પોલીસ કાફલા સાથે કામગીરીની શરૂઆત થઈ છે. અંબાજીના હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુઘી 89 જેટલાં કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરીની શરૂઆત આજ સાંજથી થઈ છે.

તમામ ઘરોના લાઈટ કનેક્શન કાપવામાં આવ્યા, લોકો જાતેજ બારી બારણાં ખોલીને લઈ જઈ રહ્યા છે 

જેસીબી મશીન સાથે વહીવટી કાફલો ઘટનાસ્થળે પહોંચી તમામ નોટિસદારોના મકાનોને તોડવાની શરૂઆત થઈ છે. તમામ ઘરોના લાઈટ કનેક્શન કાપવામાં આવ્યા બાદ જેસીબી વડે મકાનોને હટાવનની કામગીરી હાથ ધરાઈ છે. 

સાંજના સમયે શરૂ થયેલી આ કામગીરી રાત્રે પણ ચાલશે ત્યારે તમામ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે મોજુદ છે. વર્ષોથી રહેતા લોકો પોતાના ઘરના સમાનને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે અને જાતે જ પોતાના મકાનોના પતરા અને બારી બારણા ખોલી રહ્યા છે અને બીજી જગ્યાએ લઈ જવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો