VIDEO: રાજકોટમાં એલ્યુમિનિયમ પ્લેટ ચોર ગેંગનો પર્દાફાશ
રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટને નિશાન બનાવી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ રાત્રિ

રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટને નિશાન બનાવી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ લઈ અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યાર સુધીમાં ચાર ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજે 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 134 એલ્યુમિનિયમ પ્લેટ, એક રિક્ષા અને એક છોટા હાથી વાહનનો સમાવેશ થાય છે.




