મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્રાઈમ બ્રાન્ચે મને માર માર્યો અને કરંટ આપ્યો, કોર્ટમાં કુખ્યાત અલ્તાફ બાસીએ લગાવ્યો મોટો આરોપ

ગોમતીપુરના કુખ્યાત અલ્તાફ બાસીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. જે દરમિયાન અલ્તાફ

ક્રાઈમ બ્રાન્ચે મને માર માર્યો અને કરંટ આપ્યો, કોર્ટમાં કુખ્યાત અલ્તાફ બાસીએ લગાવ્યો મોટો આરોપ

ગોમતીપુરના કુખ્યાત અલ્તાફ બાસીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. જે દરમિયાન અલ્તાફ બાસીએ કોર્ટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર આરોપ લગાવતા કહ્યું કે, કે, ક્રાઈમ બ્રાંચ દ્વારા તેને માર મારવામાં આવ્યો. એટલું જ નહીં વીજકરંટ પણ આપવામાં આવ્યો હતા. ઉલ્લેખનીય છે કે, અલ્તાફ બાસીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અલ્તાફ બાસી અને તેની ગેંગ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે.

કબ્રસ્તાનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કુખ્યાત અલ્તાફ બાસી ખાલી કરાવવામાં માટે ગયો હતો જે સમયે અન્ય એક જૂથ સાથે બોલાચાલી થઇ હતી. જોકે, બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો. બન્ને જૂથો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં અલ્તાફ બાસીને પણ ગંભીર ઈજા થઇ હતી. ગોમતીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલે થાળે પાડ્યો હતો. 

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ થયા હતા વાયરલ

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેમાં અલ્તાફ બાસી અને તેના સાગરીતો જાહેરમાં હાથમાં ધોકા અને બેટ લઈને લોકો સાથે માથાકૂટ કરતા નજરે પડે છે. 

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોહસીન અલી અંસારીએ અલ્તાફ બાસી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પણ તેમને અલ્તાફ બાસી સહિત 5 લોકો વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ કર્યો છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રૂખસાનાબેન  ઘાંચીએ પણ અલ્તાફ બાસી સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોર્પોરેટરે અલ્તાફ બાસી સહિત 3 લોકો પર આક્ષેપ લગાવ્યો છે કે અલ્તાફ બાસી અને એના સાગરીતો દ્વારા તેમના ઘરે આવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

આ સમાચાર શેર કરો