મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સીલ થયેલી શાળાઓની ગૂંચ ઉકેલાઈ, 60 દિવસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાની શરતે ક્લાસ શરૂ કરવા મંજૂરી

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં શાળાઓ સહિતની ફાયર સેફ્ટી વગરની ઈમ

સુરતમાં સીલ થયેલી શાળાઓની ગૂંચ ઉકેલાઈ, 60 દિવસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાની શરતે ક્લાસ શરૂ કરવા મંજૂરી

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં શાળાઓ સહિતની ફાયર સેફ્ટી વગરની ઈમારતોને તાબડતોબ સીલ કરી દેવામાં આવી હતી. જો કે, આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન જોખમાય નહીં તેને લઈને ડીઈઓ અને શાળા સંચાલકોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. જે અંતર્ગત પરમીશનના ડોક્યુમેન્ટ બે મહિનામાં જમા કરાવી દેવા ફરજિયાત છે. જો શરતોના ભંગ કરાશે તો ફરીથી સીલ લગાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

60 દિવસની શરતે શાળાઓ શરૂ

સુરતના વરાછા સહિતના વિસ્તારમાં 93 કેમ્પસની કુલ 282 શાળાોને સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. પુણા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર શિવકુમાર મિશ્રાએ કહ્યું કે, અમને પરમીશન મળી ગઈ છે. નિયમ પ્રમાણે જે શાળાઓએ ૬૦ દિવસમાં BU પરમીશન ના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભાવીને  ધ્યાને રાખી શરતોના આધિન શાળાઓ શરુ કરવામાં આવી છે.

ફાયર અંગેની તાલિમ અપાશે

જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે કહ્યું કે,વહીવટી તંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો હતો. વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો શાળા સંચાલકો પાસેથી બાહેધરી લઈને શાળા ખોલવામાં આવી છે. ફાયર એનઓસી અને બીયુ ની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે. સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્યો સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે. આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોકડ્રિલ હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો