મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ, પૂર્વ ધારાસભ્યએ ભરતી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઇલેક્ટ્રિક ભરતીના જાહેર થયેલા પરિણામોમા

VIDEO: સુરેન્દ્રનગરમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ, પૂર્વ ધારાસભ્યએ ભરતી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઇલેક્ટ્રિક ભરતીના જાહેર થયેલા પરિણામોમાં ગેરરીતિ થઇ હોવાના લાગ્યા આરોપ લાગ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જાહેર થયેલા પરિણામ સામે સવાલ ઉઠાવ્યા છે.

મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપ 

જે પરિણામ જાહેર થયું છે તેમાં પ્રથમ પરીક્ષામાં 10.26 માર્ક મળ્યા પણ મૌખિક ઇન્ટરવ્યૂમાં 47.50 માર્ક આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ, લેખિત પરીક્ષામાં 27.80 માર્ક લાવેલા વિદ્યાર્થીઓને મૌખિક ઇન્ટરવ્યૂમાં માત્ર 8.50 માર્ક આપવામાં આવ્યા. આમ,ભરતી પ્રક્રિયામાં લાગતા વળગતા લોકોને નોકરી આપવા માટે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપ છે. સરકારની ભરતી પ્રક્રિયા સામે પૂર્વ ધારાસભ્યએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. 

આ સમાચાર શેર કરો