મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: G.U.D.C.ના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, "લોટ, પાણી ને લાકડા" જેવી કામગીરી અટકાવવા ઉગ્ર રજૂઆત

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો ઉઠ્ય

તસવીર: GSTV

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વોર્ડ નંબર 8 ના સદસ્ય લખમણભાઈ ભોપાળાએ G.U.D.C.દ્વારા કરવામાં આવતી કામગીરી સામે લાલઆંખ કરી ઉગ્ર રજૂઆત કરી છે.

લખમણભાઈ ભોપાળાએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નં. 8 માં ચાલી રહેલા કામોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે આ કામગીરીને "લોટ, પાણી ને લાકડા" જેવી નબળી ગણાવી હતી. આ અંગે તેમણે G.U.D.C. ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે કે જ્યાં સુધી કામની ગુણવત્તાની ન્યાયિક તપાસ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટર એજન્સીનું રનિંગ કે ફાઈનલ બિલ મંજૂર કરવામાં ન આવે.  સદસ્ય દ્વારા સાઈટ પર ચાલતા કામના ટેન્ડર કે વર્ક ઓર્ડરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હોવા છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા આ દસ્તાવેજો રજૂ કરવામાં આવતા નથી. આનાથી ભ્રષ્ટાચારની આશંકા વધુ પ્રબળ બની છે.

સરકારી ગાઈડલાઈન મુજબ કોઈપણ વિકાસ કામ ચાલતું હોય ત્યાં બેરિકેટ્સ અથવા સાઈન બોર્ડ લગાવવા ફરજિયાત છે. જોકે, ઉપલેટામાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના જ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સદસ્યે માંગ કરી છે કે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખોદેલા ખાડા તાત્કાલિક રીફિલ કરવામાં આવે. આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL અને ગાંધીનગર વિજિલન્સમાં તપાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો