Ahmedabad news: કાતિલ ઠંડીને પગલે શાળાનો સમય મોડો રાખવા તમામ શાળાઓને સૂચન, ડ્રેસ કોડને લઈ DEOનું મોટું નિવેદન
શિયાળાએ જમાવટ કરતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો પારો ગગડ્યો છે, ત્યારે અમદાવાદ જિલ

શિયાળાએ જમાવટ કરતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો પારો ગગડ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સવારની શાળાનો સમય મોડો કરવા સૂચન કરાયું છે, સાથે જ ડ્રેસ કોડ સિવાયના કલરના જેકેટ અથવા ગરમ કપડાં પહેરીને વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી આપવા જણાવ્યું છે.
કોઈપણ કલરના ગરમ કપડાં સ્વીકારવા સૂચના અપાઈ
શહેરમાં શિયાળાની ઠંડીમાં વધારો થતા તમામ શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. ઠંડીનો પારો નીચે જતાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સવારની શાળાનો સમય મોડો કરવા સૂચન કરાયું છે. સાથે જ ડ્રેસ કોડ સિવાયના કલરના જેકેટ અથવા ગરમ કપડાં પહેરીને વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી આપવા જણાવ્યું છે. ઘણી શાળાઓ ડ્રેસ કોડ મુજબના સ્વેટર પર આગ્રહ રાખતી હોય છે, પરંતુ ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી કોઈપણ કલરના ગરમ કપડાં સ્વીકારવા સૂચના અપાઈ છે. જોકે આ સૂચન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મૌખિક અપાયાં છે, તેનો પરિપત્ર કરવામાં આવ્યો નથી.




