મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાડી પૂર ઓસરતા યુદ્ધના ધોરણે કામગીરી, પાલિકાની તમામ મશીનરી કામે લગાડાઈ

સુરતમાં ખાડી પૂર ઓસરી રહ્યા છે. તે વિસ્તારમાં પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શ

સુરતમાં ખાડી પૂર ઓસરતા યુદ્ધના ધોરણે કામગીરી, પાલિકાની તમામ મશીનરી કામે લગાડાઈ

સુરતમાં ખાડી પૂર ઓસરી રહ્યા છે. તે વિસ્તારમાં પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેયર, સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. 

મેડિકલની સુવિધા ઉભી કરાઈ

શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવર ફ્લો થઈ હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ, જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે. તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

તમામ ટીમો કામે લાગી

પાલિકા કમિશનરે કહ્યુ કે, શહેરના તમામ ઝોનમાંથી જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી બોલાવી લેવામાં આવી છે. સફાઈ, આરોગ્ય, સેનિટેશન સહિતની ટીમો કામે લગાવી દેવામાં આવી છે. જેમ જેમ પાણી ઓસરતા જાય છે. તેમ તેમ કામગીરી કરવામાં આવી રહી છે. રોજે રોજના કામની દેખરેખ થઈ રહી છે.

આ સમાચાર શેર કરો