નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
કચ્છ જિલ્લાના નલિયામાં થયેલા સામૂહિક દુષ્કર્મકાંડમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે જેમાં દુષ્કર્મ આચરનાર તમ

કચ્છ જિલ્લાના નલિયામાં થયેલા સામૂહિક દુષ્કર્મકાંડમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે જેમાં દુષ્કર્મ આચરનાર તમામ ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં ભાજપના નેતાઓને સાંકળતા અને ગુજરાતભરમાં સનસનાટી મચાવનાર કેસમાં ભુજ સેશન્સ કૉર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કચ્છમાં સોની પર હુમલો કરી 30 લાખથી વધુ ઘરેણાંની લૂંટ મચાવનાર 2 આરોપીની ધરપકડ
ગુજરાત સરકારે તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. જેમાં ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી. જો કે, મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઈ ગઈ હતી. જેથી ઘટનાને અનુક્રમે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.




