Arvalli માંથી ત્રણ મહિના અગાઉ અલ કાયદાનો આતંકી પકડાતાં તંત્ર એલર્ટ, મોડાસામાં પોલીસની સઘન તપાસ
દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આખો દેશ સ્તબ્ધ છે, જે બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ આતંકીઓ

દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આખો દેશ સ્તબ્ધ છે, જે બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ આતંકીઓના મૂળિયાં શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પણ ત્રણ મહિના પહેલા એક આતંકી ઝડપાયો હતો, જે બાદ મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ હાથ ધરી રહી છે.
છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ATS એ ત્રણ મહિના પહેલા મોડાસામાંથી અલકાયદાના એક આતંકવાદીને પકડી પાડ્યો હતો અને તાજેતરમાં દિલ્હી બ્લાસ્ટ જેવી મોટી ઘટના સામે આવતા અરવલ્લી એલસીબી અને એસઓજી સમગ્ર મોડાસા શહેરમાં સઘન તપાસ હાથ ધરી રહી છે. છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ કરાયું છે. ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ સક્રિય બની છે.




