મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ, 1 વોન્ટેડ જાહેર

airport police arrested 7 accused with hybrid ganja worth 2 crores from | અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડના

અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ, 1 વોન્ટેડ જાહેર

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. થાઈલેન્ડ ફરવા ગયેલા યુવકોને રૂપિયાની લાલચ આપીને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એરપોર્ટ પોલીસે રૂ.2.10 કરોડના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત સાત વ્યકતિઓની ધરપકડ કરી છે. જો કે ગાંજાની હેરાફેરીનું સમગ્ર નેટવર્ક ગોઠવાનાર મુખ્ય આરોપી હજુ પોલીસની પકડથી બહાર છે.

 પોલીસે એક મહિલા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી

ડીસીપી ઝોન-4 ડો.કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.જી.ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફ્લાઈટમાં કેટલાક શખ્સો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વોચમાં બેઠેલા એરપોર્ટ પોલીસની ટીમે  ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨ના ગેઇટ પાસેથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો.પોલીસની પ્રાથમિક  તપાસમાં બહાર આવ્યું છે કે ગાંધીનગરના પેથાપુરની રહેવાસી મનિષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરના કહેવાથી થાઈલેન્ડની ટ્રીપ પરથી પાછા આવી રહેલા લોકોની બેગમાંનો હાઈબ્રીડ ગાંજાના જથ્થો લઈને ફરાર અને મુખ્ય આરોપી અશરફ ખાનને આપી દેતી હતી. અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઇ જતો હતો. હાલમાં પોલીસે એક મહિલા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી અશરફખાનની શોધખોળ આદરી છે.

થાઈલેન્ડ જનારા તમામનો ખર્ચ મુખ્ય આરોપી ભોગવતો

મળતી માહિતી અનુસાર અશરફખાન થાઈલેન્ડ ફરવા જનારા તમામ લોકોનો રહેવા જમવા ફરવા અને અન્ય સુખસુવિધા ભોગવવા સહિતનો ખર્ચ ઉઠાવતો હતો. જયારે તેઓ ભારત આવવાના હોય ત્યારે તેમને એક બેગ આપવામાં આવતી હતી સાથે રૂ.10 હજાર પણ આપવામાં આવતા હતા. જેના બદલામાં તેમણે એક માત્ર બેગ લઈ જવાની રહેતી હતી જેમાં હાઈબ્રીડ ગાંજો ભરેલો હતો.

એક આરોપી થાઈલેન્ડ હેરાફેરી કરવા માટે માણસો શોધી લાવતો હતો.

પોલીસસૂત્રોના અનુસાર એક આરોપી સહજ મીયાણા રીક્ષા ચલાવે છે,તેનુ કામ એરપોર્ટ પરથી ગાંજાની બેગ બહાર લઈ જવાનુ હતુ, જયારે થાઈલેન્ડથી ફલાઈટ આવે ત્યારે મનિષા તેને બેગ આપે તે લઈને રીક્ષામાં નાંખીને લઈ જતો હતો. આ ઉપરાંત તે થાઈલેન્ડ ગાંજાની હેરાફેરી માટે માણસો શોધવાનુ કામ પણ કરતો હતો જેથી તેમની હેરાફેરી ચાલતી રહે.

ઝડપાયેલ આરોપીના નામ

  • શોયેબ યુસુફભાઈ બિચારા (ઉ,22 રહે, જુનાગઢ)
  • અકીલ કોલાદ (ઉ,24 રહે, જુનાગઢ)
  • નદીમ અમરેલીયા (ઉ,28 રહે, જુનાગઢ)
  • મોહમંદ ફરહાન શેખ (ઉ,30 રહે, જામનગર)
  • સહેજ તૈયબ મિયાણા (ઉ,34 રહે, જુહાપુરા અમદાવાદ)
  • મનીષા ખરાડી (ઉ,26 રહે,ગાંધીનગર પેથાપુર)  
  • અશરફખાન ઉર્ફે સમીર (વોન્ટેડ)

આરોપીઓ પાસેથી શું કબજે કરવામાં આવ્યું? 

  • 9 મોબાઈલ ફોન
  • 4 પાસપોર્ટ
  • 145 દીરહામની કુલ 6 નોટો
  • 50 બાથની નોટો

હેન્ડલ બેગમાં રહેલ કુશનમાં ગાંજો સંતાડવામાં આવતો હતો

એરપોર્ટ પર લગેજ સ્કેનરમાં બેગમાં રહેલો ગાંજો પકડાઈ જાય નહી તેના માટે થઈને કુશનમાં રહેલા રૂમાં ગાંજો પ્લાસ્ટિકની થેલીમાં ઠસોઠસ પેક કરીને મુકવામાં આવતો હતો. જેના લીધે એરપોર્ટ પર હેન્ડલ બેગ સ્કેન થાય પરંતુ ગાંજો હોવાની જાણ થાય નહી. અને તે તમામ હેન્ડલ બેગ મહિલા આરોપી મનીષા ખરાડી એરપોર્ટની બહારથી મેળવી લેતી હતી.

આ સમાચાર શેર કરો