મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરી ભયપ્રેરિત-માનસિક તણાવયુક્ત બની, અમદાવાદમાંથી 16 હજાર મુસાફરોએ ટિકીટોમાં ફેરફાર કર્યો

એક તરફ પ્લેન ક્રેશ સાઇટ પર સતત તપાસ ચાલી રહી છે ત્યારે મુસાફરોના રિશિડ્યુલિંગમાં પણ મોટો ઊછ

પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરી ભયપ્રેરિત-માનસિક તણાવયુક્ત બની, અમદાવાદમાંથી 16 હજાર મુસાફરોએ ટિકીટોમાં ફેરફાર કર્યો

એક તરફ પ્લેન ક્રેશ સાઇટ પર સતત તપાસ ચાલી રહી છે ત્યારે મુસાફરોના રિશિડ્યુલિંગમાં પણ મોટો ઊછાળો આવ્યો છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટના પછી મેઇન્ટેનન્સના કારણોસર અઠવાડિયામાં સરેરાશ 48 ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે અને તેના કારણે પ્લેન ક્રેશ પછીની તારીખોના ટૂંકા ગાળામાં 25 હજારથી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગની પરિસ્થિતિ પણ સર્જાઇ છે.

અમદાવાદમાંથી 16 હજારથી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગ

એકલા અમદાવાદમાંથી 16000થી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગ કરવામાં આવ્યું છે. જે સ્થાનિક સ્તરે નોંધપાત્ર રિશિડ્યુલિંગ છે.શનિવારે આઠ ફ્લાઇટોના કેન્સલેશન સાથે એક હજાર ટિકિટો રિશિડ્યૂલિંગમાં પરિણમી હતી. તેની સામે અન્ય વિકલ્પની ફ્લાઇટો પસંદ કરાતા આગળના દિવસોની ફ્લાઇટોની ટિકિટોમાં પણ રિશિડ્યૂલિંગ થઇ રહ્યું છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 15 ટકાનો ઘટાડો

છેલ્લા એક અઠવાડિયાથી પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાએ તેની ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. સાથે તેની ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ 12 ટકાનઓ ઘટાડો કર્યો છે. 13મી જૂનથી લઇને 17મી જૂન સુધીમાં એર ઇન્ડિયાની કૂલ 83 ફ્લાઇટો કેન્સલ થઇ છે જેમાં બોઇંગ 787 એરક્રાફ્ટ સાથે સંકળાયેલી 66 ફ્લાઇટોમાં મેઇનટેનન્સ ચેકિંગના કારણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયા દ્વારા જુલાઇ મધ્ય સુધી અઠવાડિયાની સરેરાશ 48 ફ્લાઇટોને કેન્સલ કરવામાં આવી રહી છે અને તેની સીધી અસર બુકિંગ અને વ્યાપક કેન્સલેશન પર પડતા રિશિડ્યુલિંગ પણ વધી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટોના મતે એર ટિકિટ બુકિંગ અને કેન્સલિંગમાં 20 ટકાનો ઘટાડો થયો છે.

એર ઇન્ડિયાની ચાર જ દિવસમાં કેન્સલ થયેલી ફ્લાઇટ્સની ટિકિટનો અંદાજ મારવામાં આવે તો 25000થી વધુ ટિકિટોના રિશિડ્યુલિંગ પર સીધી અસર થઇ છે.દર અઠવાડિયે થઇ રહેલા કેન્સલેશનની સીધી અસર બીજી ફ્લાઇટો પર પડતાં આશરે 57000થી વધુ ટિકિટોના શિડ્યુલ પર પણ તેની સીધી અસર પડી છે. અમદાવાદ એર ઇન્ડિયા 171 પ્લેન ક્રેશ પછી મુસાફરોના આવન-જાવનમાં નોંધપાત્ર 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક ઘટના તરફ નજર કરીએ તો સૌથી વધુ રિશિડ્યુલિંગની ઘટના અમેરિકાના 9/11ની ઘટના અને કોરોનાને કારણે બે વર્ષના ગાળામાં 10 લાખથી વધુ ટિકિટો રિશિડ્યુલ થઇ હતી. વૈશ્વિક આ આંકડા સામે અમદાવાદનો આંકડો સ્થાનિક રીતે રિશિડ્યુલિંગની ઘટનાની રીતે વધુ નોંધનીય છે.

આ સમાચાર શેર કરો