મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ફ્લાઇટ મોડી પડતાં એર ઇન્ડિયાએ એક પરિવાર માટે કરી આ વિશેષ વ્યવસ્થા, એરપોર્ટ પર સૌ કોઈએ બિરદાવી

Ahmedabad news: અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ દેશમાં અનેક ફ્લાઇટમાં ટે

Ahmedabad news: ફ્લાઇટ મોડી પડતાં એર ઇન્ડિયાએ એક પરિવાર માટે કરી આ વિશેષ વ્યવસ્થા, એરપોર્ટ પર સૌ કોઈએ બિરદાવી

Ahmedabad news: અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ દેશમાં અનેક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી થવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ અમદાવાદમાં જોવા મળ્યો છે.વિસ્તારા (મેનેજડ બાય એર ઇન્ડિયા)ની અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ ટેકનિકલ ખામી બાદ મોડી પડતાં એર ઈન્ડિયાના સત્તાધીશોએ માનવતા દાખવી એક પરિવારને તાત્કાલિક એર ઈન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી મોકલવાની વિશેષ વ્યવસ્થા કરી હતી. 

યુવતી પોતાના પિતાનો ચહેરો અંતિમ વખત જોવા માંગતી હતી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકનિકલ ખામી બાદ વિસ્તારા (મેનેજડ બાય એર ઇન્ડિયા)ની અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ મોડી પડી હતી.  ફ્લાઇટમાં એક પરિવારને તાત્કાલિક હરિયાણા જવાનું હતું.કારણ કે અમદાવાદમાં રહેતી યુવતીના પિતાનું હરિયાણા ખાતે અવસાન થયું હતું અને આ યુવતી અંતિમ સંસ્કારની વિધિમાં  સમયસર પહોંચી પોતાના પિતાનો ચહેરો અંતિમ વખત જોવા માંગતી હતી. આ વાતની જાણ એર ઇન્ડિયાના સત્તાધીશોને થતાં તેઓએ માનવતા દાખવી તાત્કાલિક આ છ લોકોના પરિવાર માટે દિલ્હી જવાની વ્યવસ્થા એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કરી આપી હતી, જેથી યુવતી સહિત પરિવાર અંતિમ સંસ્કારમાં સમયસર પહોંચી શકે. એર ઈન્ડિયાએ આ અંગે માનવતા દાખવતાં એરપોર્ટ પર સૌ કોઈએ કામગીરીને બિરદાવી હતી. 

આ સમાચાર શેર કરો